Wednesday, April 10, 2013

એક કિલોમીટર દૂરથી પણ હવે થ્રીડી કેમેરા દ્વારા તસવીર લઈ શકાશે


લંડન, તા. ૬
વિજ્ઞાનીઓએ લેઝર પાવરનો ઉપયોગ કરી નવી કેમેરા સિસ્ટમ વિકસાવી
 
વિજ્ઞાનીઓએ લેઝર પાવરથી સજ્જ એક કેમેરા સિસ્ટમ વિકસાવી છે, જે એક કિલોમીટર દૂરથી હાઈ રિઝોલ્યુશન થ્રીડી તસવીર ખેંચી શકે છે, જ્યારે એક સામાન્ય કેમેરા ફક્ટ ટુડી તસવીર જ ખેંચી શકતો હોય છે. રિચર્ચ ટીમના અધ્યક્ષ જિરાલ્ડ બુલર કહે છે કે, અગાઉ જે તસવીરો ખેંચવામાં સમસ્યાઓ નડતી હતી, તેને પણ આ નવી સિસ્ટમથી કેપ્ચર કરી શકાશે.
 
કેવી રીતે તસવીર ખેંચી શકાશે?
કોઈ પણ ઓબ્જેક્ટની તસવીર લેવા માટે તેની સાથે સંકળાયેલી થ્રીડી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા વિજ્ઞાનીઓ લેઝર બીમનો ઉપયોગ કરશે. આ થ્રીડી ઇન્ફોર્મેશન કોઈ પણ વસ્તુની હોઈ શકે છે. એટલે કે ઓબ્જેક્ટ ખરેખર કેટલા અંતરે છે તે જાણવા માટે લેઝર બીમને ઓબ્જેક્ટ પર નાખી બાઉન્સ કરાવવામાં આવશે. તેમાં બીમને પાછા ફરતાં કેટલો સમય લાગશે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
 આ જગ્યાએ ઉપયોગ કરી શકાશે
આ સિસ્ટમનો ઉપયોગ દૂર અંતરે કોઈ સ્થિર ટાર્ગેટ, જેમ કે ગાડી, વ્યક્તિના મેપિંગ માટે કરી શકાય છે. તેનાથી ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેરમાં થોડા ફેરફાર કરીને આ ઓબ્જેક્ટ્સની ઝડપ અને દિશા પણ માપી શકાશેે. ખાસ વાત એ છે કે, આ ટેક્નિકમાં ઉપયોગમાં લેવાતા લેઝર કિરણો કોઈ પણ વાતાવરણમાં મૂવ કરી શકાય છે. તડકો કે લો લાઇટની તેની પર કોઈ અસર નહીં થાય.
 જૂની સમસ્યાઓથી છુટકારો
ઓટોમેટિક વિહિકલ્સ અને અન્ય બીજાં એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતી આ ટેક્નિકને 'ટાઇમ ઓફ ફ્લાઇટ નેવિગેશન સિસ્ટમ'કહે છે. હાલ તેને મળતી આવતી ઘણી બધી સિસ્ટમની રેન્જ તેનાથી બહુ ઓછી છે, જૂની સિસ્ટમ્સ લેઝર કિરણોને રિફલેક્ટ ન કરી શકે તેવા ઓબ્જેક્ટ્સની તસવીર લેવામાં પણ સક્ષમ નથી.

No comments:

Post a Comment