Thursday, May 2, 2013

ગૌમૂત્રથી બેટરી ચાર્જ થશે ફાનસની

રાયપુર, 17 એપ્રિલ

છત્તીસગઢના એક વ્યક્તિએ બેટરીથી ચાલે તેવા લાલટેનની શોધ કરી છે અને આ બેટરીને પણ પાવરથી ચાર્જ કરવાની જરૂર નથી. આ બેટરીમાં એસિડની જગ્યાએ માત્ર ગૌમૂત્ર નાંખવાથી બેટરી ચાર્જ થઈ જશે.

બેટરી લો થવા પર તેમાં ગૌમૂત્ર નાંખવાથી લાલટેનમાં લાગેલ 12 વોલ્ટની બેટરી ફૂલ ચાર્જ થઈ જશે. ગ્રામીણોને ખાસ ઉપયોગી બની રહે તે ઉદ્દેશ્યથી આ લાલટેન બનાવવામાં આવ્યું છે. આ બેટરીના સંશોધક પંચગન્ય અને અનુસંધાન સંસ્થાન અંજોરાના નિર્દેશક પી.એલ. ચૌધરી છે.

આ બેટરીમાં 500 ગ્રામ ગૌમૂત્રનો ઉપયોગ કરીને 400 કલાક સુધી ત્રણ બલ્બ જેટલી રોશની પ્રાપ્ત થશે. ચૌધરીએ આ મોડેલ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂ કર્યું છે, જેનાં પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ચૌધરીએ કહ્યું હતું કે, 'જે ગામોમાં વીજળી ઓછી આવે છે, તેવા ગામોમાં આ બેટરી ઉપયોગી થશે અને તેનાથી વીજળીનો સદ્ઉપયોગ પણ થશે.'

Wednesday, April 10, 2013

મૃત્યું બાદ પણ માણસ રોબોટીક મશીન દ્વારા જીવતો રહી શકશે !


વોશિંગ્ટન, તા. ૬
 
રશિયાના એક અબજોપતીએ એવી ઘોષણા કરી છે કે, આગામી ત્રણ દયકામા તે માણસને ર્ટિમનેટર સ્ટાઈલનો સાયબોર્ગ બનાવશે. એટલે કે ૨૦૪૫ સુધી તે એવો મહામાનવ બનાવશે જે ક્યારેય મૃત્યું નહિ પામે. આ મહામાનવના શરીરનો અમુક ભાગ માણસનાં શરીરનો હશે અને અમુક ભાગ રોબોટીક મશીન હશે.
૨૦૪૫ સુધીમા વ્યક્તિ માનસિક સ્વરૃપથી આખી દુનિયામાં ફરી શકશે
સૂત્રોને આધારે ૩૨ વર્ષના અબજોપતી દિમિત્રિ ઈસ્તકોવે ૨૦૧૧થી પોતાના આ અભિયાનની શરૃઆત કરી દિધી છે અને તેને આકાર પામતા ૨૦૪૫ સુધીનો સમય લાગશે. તેમનું અનોખુ લક્ષ્ય,એક વ્યક્તિના મન અને ચેતનાને એક જીવીત મસ્તિષ્કથી એક મશીનમા સ્થાનાંતરિત કરવાનું છે. આ પ્રક્રિયામા માણસનું વ્યક્તિત્વ અને તેેની સ્મૃતિ પણ તેમની તેમ જ સ્થાનાંતરિત થશે. આ રીતે સાયબોર્ગનું કોઈ શારીરિક સ્વરૃપ નહિ હોય અને માણસનું આ સુક્ષ્મ શરીર ઈન્ટરનેટની જેમ એક જ નેટવર્કના રૃપમાં અસ્તિત્વમા રહેશે. આ સાયબોર્ગ પ્રકાશની ગતિએ આખી ધરતી પર વિચરણ પણ કરી શકશે અને એટલું જ નહિ, તે અંતરિક્ષમાં પણ યાત્રા કરી શકશે.
 કેવી રીતે આકાર લેશે આ યોજના ?
 
આ મહત્વકાંક્ષી યોજનાનો પહેલો પડાવ ૨૦૨૦ સુધીમાં પુર્ણ થશે જેનું નામ અવતાર-એ આપવામાં આવ્યું છે. આ યોજનાને આધારે એક વ્યક્તિ પોતાના, રોબોટિક માણસના સ્વરૃપનું પોતે નિયંત્રણ કરી શકશે. આ કાર્ય તે એક બ્રેન મશીન ઈન્ટરફેસ દ્વારા કરી શકશે. એવું જાણવા મળ્યું છે કે આ ટેકનીક તૈયાર પણ થઈ ગઈ છે.
આ કાર્યક્રમનો બીજો પડાવ અવતાર-બી છે જે, ૨૦૨૫ સુધીમાં પુર્ણ કરવાનો છે. આ યોજનામાં માણસનાં મૃત્યું બાદ તેના મગજનું ટ્રાંસપ્લાંટ એક મશીનના શરીરમા કરવામાં આવશે. ત્યાર બાદ, આવશે ત્રીજો પડાવ અવતાર-સી, જેેને ૨૦૩૫ સુધીમા પુર્ણ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા મશીનથી માણસના મગજનું ટ્રાંસપ્લાંટ થશે પરંતુ, વ્યક્તિના આખા વ્યક્તિત્વની સાથે. ત્યાર બાદ ૨૦૪૫ સુધીમા વ્યક્તિ પોતાના માનસિક સ્વરૃપથી આખી દુનિયામાં કોઈ પણ પ્રકારનાં માધ્યમ વિના વિચરણ કરી શકશે.
ઈસ્તકોવે પોતાના આ અભિયાન માટે ઘણાં બધા વૈજ્ઞાાનિકોની નિમણુંક પણ કરી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની મહાસચિવ બાનની મૂનને એક પત્ર લખીને નવ માનવતાના આ પ્રોજેક્ટને સમર્થન આપવા માટેની વિનંતી પણ કરી છે.  

એક કિલોમીટર દૂરથી પણ હવે થ્રીડી કેમેરા દ્વારા તસવીર લઈ શકાશે


લંડન, તા. ૬
વિજ્ઞાનીઓએ લેઝર પાવરનો ઉપયોગ કરી નવી કેમેરા સિસ્ટમ વિકસાવી
 
વિજ્ઞાનીઓએ લેઝર પાવરથી સજ્જ એક કેમેરા સિસ્ટમ વિકસાવી છે, જે એક કિલોમીટર દૂરથી હાઈ રિઝોલ્યુશન થ્રીડી તસવીર ખેંચી શકે છે, જ્યારે એક સામાન્ય કેમેરા ફક્ટ ટુડી તસવીર જ ખેંચી શકતો હોય છે. રિચર્ચ ટીમના અધ્યક્ષ જિરાલ્ડ બુલર કહે છે કે, અગાઉ જે તસવીરો ખેંચવામાં સમસ્યાઓ નડતી હતી, તેને પણ આ નવી સિસ્ટમથી કેપ્ચર કરી શકાશે.
 
કેવી રીતે તસવીર ખેંચી શકાશે?
કોઈ પણ ઓબ્જેક્ટની તસવીર લેવા માટે તેની સાથે સંકળાયેલી થ્રીડી ઇન્ફોર્મેશન પ્રાપ્ત કરવા વિજ્ઞાનીઓ લેઝર બીમનો ઉપયોગ કરશે. આ થ્રીડી ઇન્ફોર્મેશન કોઈ પણ વસ્તુની હોઈ શકે છે. એટલે કે ઓબ્જેક્ટ ખરેખર કેટલા અંતરે છે તે જાણવા માટે લેઝર બીમને ઓબ્જેક્ટ પર નાખી બાઉન્સ કરાવવામાં આવશે. તેમાં બીમને પાછા ફરતાં કેટલો સમય લાગશે તે જાણવાનો પણ પ્રયાસ કરવામાં આવશે.
 આ જગ્યાએ ઉપયોગ કરી શકાશે
આ સિસ્ટમનો ઉપયોગ દૂર અંતરે કોઈ સ્થિર ટાર્ગેટ, જેમ કે ગાડી, વ્યક્તિના મેપિંગ માટે કરી શકાય છે. તેનાથી ઇમેજ પ્રોસેસિંગ સોફ્ટવેરમાં થોડા ફેરફાર કરીને આ ઓબ્જેક્ટ્સની ઝડપ અને દિશા પણ માપી શકાશેે. ખાસ વાત એ છે કે, આ ટેક્નિકમાં ઉપયોગમાં લેવાતા લેઝર કિરણો કોઈ પણ વાતાવરણમાં મૂવ કરી શકાય છે. તડકો કે લો લાઇટની તેની પર કોઈ અસર નહીં થાય.
 જૂની સમસ્યાઓથી છુટકારો
ઓટોમેટિક વિહિકલ્સ અને અન્ય બીજાં એપ્લિકેશનમાં ઉપયોગમાં લેવાતી આ ટેક્નિકને 'ટાઇમ ઓફ ફ્લાઇટ નેવિગેશન સિસ્ટમ'કહે છે. હાલ તેને મળતી આવતી ઘણી બધી સિસ્ટમની રેન્જ તેનાથી બહુ ઓછી છે, જૂની સિસ્ટમ્સ લેઝર કિરણોને રિફલેક્ટ ન કરી શકે તેવા ઓબ્જેક્ટ્સની તસવીર લેવામાં પણ સક્ષમ નથી.

Tuesday, March 5, 2013

દરિયાની સફર માણો ૧૩ કરોડની સબમરીનમાં


તા 4 માર્ચ
દુનિયામાં આજકાલ લોકોને વિવિધ જગ્યાઓએ ફરવાના શોખ જાગ્યા છે. ખાસ કરીને ધનિકોની વાત કરીએ તો તેઓ દેશ-વિદેશોમાં પ્રવાસ કરવા, મોંઘા મોંઘા ક્રૂઝમાં કે જહાજોમાં સવારી કરવી તેમની ખાસિયત થઈ ગઈ છે, તે સિવાય અત્યારે લોકોને સ્કૂબા ડાઇવિંગનું પણ ઘેલું લાગેલું છે. લોકો દરિયામાં જઈને ત્યાંની દુનિયાને અનુભવવા અને જાણવા માગે છે. આવાં જ લોકોને વધુ સારી સુવિધા આપવા માટે એક કંપની દ્વારા અનોખાં સાધનો વિકસાવવામાં આવ્યાં છે. યુ બોટ વર્ક્સ નામની એક નેધરલેન્ડની કંપની દ્વારા પેસેન્જર સબમરીનો બનાવવામાં આવી છે. આ સબમરીન ખરીદીને કોઈ પણ વ્યક્તિ પોતાનો દરિયામાં ફરવાનો શોખ પૂરો કરી શકે છે. હાલમાં જ આ કંપની દ્વારા લોન્ચ કરવામાં આવેલી સી એક્સ્પ્લોરર ફાઇવ ખરેખર અદ્ભુત છે.
સબએક્વા લિમોસિન નામની આ સબમરીનમાં એક પાયલટ સિવાય ચાર પેસેન્જર બેસી શકે છે. તેને સંપૂર્ણ રીતે પારદર્શક એક્રેલિકથી કવર કરવામાં આવે છે. તેમાં સબમરીન જેવી જ તમામ સુવિધાઓ છે. હકીકકતમાં તો તેને મિની સબમરીન જ કહી શકાય. તે ફુલ્લી એરકંડિશન્ડ છે તેમાં બેટરીથી ચાલતું એન્જિન છે, તેનો બેકઅપ ટાઇમ આઠ કલાક છે. આ સબમરીન દ્વારા દરમિયામાં ૩૦૦ મીટર સુધી નીચે જઈ શકાય છે. તે સિવાય એક્વા લિમોમાં સોનાર એલઈડી લાઈટ, એચડી વીડિયો કેમેરા વગેરે જેવી પણ સુવિધાઓ આપવામાં આવી છે. કંપની દ્વારા અત્યાર સુધીમાં સી-એક્સ્પ્લોરર રેન્જમાં ત્રણ મોડલ બનાવવામાં આવ્યાં છે, સી એક્સ્પ્લોરર-૨, સી એક્સ્પ્લોરર-૩ અને સી એક્સપ્લોરર-૫, આ ત્રણે મોડલોમાં એકબીજા કરતાં કોઈને કોઈ લાક્ષણિકતા વત્તાઓછા પ્રમાણમાં છે, જોકે સી એક્સપ્લોરર-૫ને કંપની દ્વારા એક્વા લિમો નામ આપવામાં આવ્યું છે. ૧૩ કરોડની આ મિની સબમરિન લક્ઝુરિયસ સબમરીન ગણાય છે. ખાસ કરીને સુપર-રિચ લોકો માટે જ આ વર્ઝન લોન્ચ કરવામાં આવ્યું છે.
સબ એક્વા લિમોની ખાસિયતો :
  • કિંમત : ૧૩ કરોડ રૂપિયા(અંદાજિત)
  • સામાન્ય ખાસિયતો :
  • ઓક્યુપન્ટ્સ : ૧ પાયલટ, ૪ પેસેન્જર
  • મેક્સિમમ ઓપરશન ડેપ્થ : ૩૦૦ મીટર-૧,૦૦૦ ફૂટ
  • બેટરીલાઇફ : ૮ કલાક સુધી, ઓપ્શનલ ૧૬ કલાક સુધી
  • ચાર્જિંગ માટે લાગતો સમય : ૪-૬ કલાક
  • પ્રેશર હોલ મટિરિયલ : એક્રેલિક અને સ્ટીલ(જેનાં કારણે પાણીનું દબાણ સરળતાથી સહન થાય)
  • ઇમર્જન્સી બેટરી : ૯૬ કલાક સુધી ચાલે તેટલી ક્ષમતા ધરાવતી બેટરી
  • લાઇફસપોર્ટ સિસ્ટમ :ઓક્સિજન સિસ્ટમ : પ્રવાહ સતત ચાલુ રહે છેમિશન ઓક્સિજન કેપેસિટી : ૩-૫ લિટર(ઝડપથી બદલાય તો)ઇમર્જન્સી ઓક્સિજન કેપેસિટી : ૪ x ૨૦ લિટર @ ૨૦૦ બારકાર્બનડાયોક્સાઇડ રિમૂવલ : ૮ કલાકમુશ્કેલીમાં જીવિત રહેવાની શક્યતા : ૯૬ કલાક સુધી જીવિત રહી શકાય
ઓવર વ્યૂ : સી એક્સ્પ્લોરર ફાઇવમાં અનેક નવાં ફીચર્સ ઉમેરવામાં આવ્યાં છે. ખાસ કરીને જ્યારે પાંચ લોકો તેમાં સવાર થઈને દરિયામાં ૩૦૦ મીટર નીચે જતાં હોય તો સુરક્ષાની બાબતને ધ્યાનમાં રાખવી પડે. આ મિની સબમરીનમાં સુરક્ષા અને સુવિધાનાં તમામ પાસાંઓને ધ્યાનમાં રાખવામાં આવ્યાં છે. ખાસ તો તેનું પ્રેશર હોલ મટિરિયલ એક્રેલિક અને સ્ટીલથી બનાવવામાં આવ્યું છે જે લોકોને સારી સુરક્ષા પૂરી પાડે છે, તેનાં કારણે દરિયામાં નીચે જતાં કે એકાએક ઉપર આવતાં વ્યક્તિનાં કાન, નાક પર દબાણ નથી આવતું. સ્કૂબા ડાઇવિંગમાં આ સમસ્યા ખૂબ જ મોટી છે, તે ઉપરાંત મુશ્કેલીના સમયમાં તેમાં ૯૬ કલાક સુધી વ્યક્તિ જીવિત રહી શકે તેવી વ્યવસ્થા છે, તેમાં લગાવવામાં આવેલી 'ડેડ મેન સ્વિચ' મુશ્કેલીમાં આશીર્વાદ સમાન છે, જો દરિયામાં નીચે ગયા પછી કોઈ સમસ્યા થાય અને પાયલટ યોગ્ય રીતે સબમરીન ચલાવી ન શકે તો માત્ર આ સ્વિચ દબાવવાથી સબમરીન આપોઆપ દરિયાની સપાટી પર આવી જાય છે.

Thursday, February 21, 2013

Top 10 Biggest Inventions by Indian People

http://omgtoptens.com/history/top-10-biggest-inventions-indian-people/

India has been a prominent center of learning since ancient times. The land was one of the most advanced regions in various fields of science.The Indian subcontinent has been a major contributor to the world and has excelled in fields of astronomy, numerology, arithmetic, mineralogy, metallurgy, logic, information and technology. Some of the inventions even date back to as early as the Indus Valley Civilization. Historical evidences and excavations by archaeologists ascertain the dominance of India in the field of science and technology.
cotton gin Top 10 Biggest Inventions by Indian People
buttons Top 10 Biggest Inventions by Indian People
natural fibre Top 10 Biggest Inventions by Indian People
cataract surgery Top 10 Biggest Inventions by Indian People
ayurveda and siddha medical treatments Top 10 Biggest Inventions by Indian People
Diamonds Top 10 Biggest Inventions by Indian People
lothal dock Top 10 Biggest Inventions by Indian People
crucible steel Top 10 Biggest Inventions by Indian People
ink Top 10 Biggest Inventions by Indian People
Zero1 Top 10 Biggest Inventions by Indian People
-sri venkat

Sunday, January 6, 2013

ભારત બનાવશે દુનિયાનું સૌથી મોટું સૌર દૂરબીન

કલકત્તા, 6 જાન્યુઆરી

ભારત આ વર્ષનાં અંત સુધીમાં લદ્દાખમાં હિમાલયના પહાડો પર દુનિયાનું સૌથી મોટું દૂરબીન બનાવવાનું કામ શરૂ કરી શકે છે. જેના દ્વારા સૂર્ય સંબંધિત તમામ પ્રક્રિયાઓનું અધ્યયન કરી શકાશે. બેંગ્લોરના ઈન્ડિયન ઈન્સ્ટિટ્યૂટ ઓફ એસ્ટ્રોફિજીક્સ (આઈઆઈએ) દ્વારા બે મીટરનું અત્યાધુનિક રાષ્ટ્રીય સૌર દૂરબીન ભારતીય વૈજ્ઞાનિકોને સૂર્યનો અભ્યાસ કરવામાં મદદ કરશે.

આઈઆઈએનાં પૂર્વ નિર્દેશક સિરાજ હસને ભારતીય વિજ્ઞાન કોંગ્રેસનાં એક સત્રમાં કહ્યું હતું કે, 'કેન્દ્ર સરકારને એક પરિયોજનાની રિપોર્ટ સોંપવામાં આવી છે. અમે આ વર્ષનાં અંત સુધીમાં દૂરબીનનું નિર્માણનું કામ શરૂ કરીશું. આ પરિયોજના 2017 સુધીમાં પૂરી થઈ શકે છે. આ દૂરબીન પાછળ 150 કરોડ રૂપિયાનો ખર્ચ થશે અને જેનાથી દિવસે અને રાત્રે પણ જોઈ શકાશે.'

ઉલ્લેખનીય છે કે દુનિયાનું સૌથી મોટું દૂરબીન હાલમાં 10 મીટરનું ઓપ્ટિકલ દૂરબીન છે, પરંતુ આ ભારતીય દૂરબીન અન્ય સૌર દૂરબીનો કરતાં મોટું હશે. 1.6 મીટરનું સૌર દૂરબીન હાલમાં અમેરિકા પાસે છે. જમ્મુ અને કાશ્મીર વચ્ચેનાં લદ્દાખનાં મેરક ગામમાં આ દૂરબીન બનાવવા માટે જગ્યા પસંદ કરવામાં આવી છે.