Thursday, May 2, 2013

ગૌમૂત્રથી બેટરી ચાર્જ થશે ફાનસની

રાયપુર, 17 એપ્રિલ

છત્તીસગઢના એક વ્યક્તિએ બેટરીથી ચાલે તેવા લાલટેનની શોધ કરી છે અને આ બેટરીને પણ પાવરથી ચાર્જ કરવાની જરૂર નથી. આ બેટરીમાં એસિડની જગ્યાએ માત્ર ગૌમૂત્ર નાંખવાથી બેટરી ચાર્જ થઈ જશે.

બેટરી લો થવા પર તેમાં ગૌમૂત્ર નાંખવાથી લાલટેનમાં લાગેલ 12 વોલ્ટની બેટરી ફૂલ ચાર્જ થઈ જશે. ગ્રામીણોને ખાસ ઉપયોગી બની રહે તે ઉદ્દેશ્યથી આ લાલટેન બનાવવામાં આવ્યું છે. આ બેટરીના સંશોધક પંચગન્ય અને અનુસંધાન સંસ્થાન અંજોરાના નિર્દેશક પી.એલ. ચૌધરી છે.

આ બેટરીમાં 500 ગ્રામ ગૌમૂત્રનો ઉપયોગ કરીને 400 કલાક સુધી ત્રણ બલ્બ જેટલી રોશની પ્રાપ્ત થશે. ચૌધરીએ આ મોડેલ મુખ્યમંત્રી સમક્ષ પણ રજૂ કર્યું છે, જેનાં પર તેમણે ખુશી વ્યક્ત કરી હતી. ચૌધરીએ કહ્યું હતું કે, 'જે ગામોમાં વીજળી ઓછી આવે છે, તેવા ગામોમાં આ બેટરી ઉપયોગી થશે અને તેનાથી વીજળીનો સદ્ઉપયોગ પણ થશે.'