Wednesday, May 16, 2012

એક સામાન્ય ખેડૂતની અનોખી શોધે ગોવામાં કરાવી દીધો ગુજરાતનો જય જયકાર!

પણજી, 15 મે 
  • એક 'Royal' ગુજરાતીની અનોખી શોધ, એનફિલ્ડ બૂલેટ દ્વારા ખેડે છે ખેતર!
શું તમે ક્યારેય કોઈને રોયલ એનફિલ્ડ બુલેટથી ખેતર ખેડતાં જોયાં છે? અથવા ક્યારેય પ્રેશર કૂકરની હવાથી કોફી બનતા જોઈ છે? તમે ચોક્કસથી ના પાડશો. આવી જ પ્રેરણાસ્ત્રોત સંસ્થા નેશનલ ઈન્નોવેન ફાઉન્ડેશન (એનઆઈએફ) એ ગોવામાં કોકણ ફળ ઉત્સવનું પ્રદર્શનનું આયોજન કર્યું હતું.

આ પ્રદર્શનમાં ગુજરાતનાં મનસુખભાઈ જગાણીએ 350 સીસીના બૂલેટના પાછલાં પૈડાને કાઢી એક્સેલ સાથે બે પૈડા લગાવ્યા હતાં, અને તે પૈડા સાથે તેમણે હળ જોડી દીધું હતું, જેનાથી ખેતર સરળતાથી ખેડી શકાય છે. આ બુલેટથી તેમણે મગફળીનાં ખેતરને ખેડ્યું હતું.

બિહારનાં પૂર્વ ચંપારણનાં મોહમ્મદ રોજાદીને પ્રેશર કૂકરને માટીનાં તેલ વાળા ચૂલા પર મૂકીને તેમાં કોફી તૈયાર કરી હતી. તેઓ આ કૂકરને ખાસ રીતે બનાવીને દોઢ હજારથી લઈ અઢી હજાર રૂપિયાની કિંમતે વહેંચી રહ્યાં છે.

ફાઉન્ડેશનનાં ઉદિત શાહે જણાવ્યું હતું કે, તેઓ ભારતનાં ગામડાઓમાંથી આવાં ખાસ પ્રકારનાં પ્રયોગો શોધતાં રહે છે. આ ફાઉન્ડેશનની સ્થાપના કેન્દ્રીય વિજ્ઞાન અને ઉદ્યોગ મંત્રાલય દ્રારા 2000માં કરવામાં આવી હતી. જેનો હેતુ ભારતમાં ખેતી પ્રત્યેની જાગૃતિ અને તેમાં નવાં સાધનો વિકસાવાની છે. કાઉન્સિલ ફોર સાયન્સ એન્ડ ઈન્ડસ્ટ્રીયલ રિસર્ચનાં પૂર્વ પ્રમુખ રઘુનાથ માશેલકર આ ફાઉન્ડેશનનાં અધ્યક્ષ છે.