વોશિંગ્ટન, તા. ૬
રશિયાના એક અબજોપતીએ એવી ઘોષણા કરી છે કે, આગામી ત્રણ દયકામા તે માણસને ર્ટિમનેટર સ્ટાઈલનો સાયબોર્ગ બનાવશે. એટલે કે ૨૦૪૫ સુધી તે એવો મહામાનવ બનાવશે જે ક્યારેય મૃત્યું નહિ પામે. આ મહામાનવના શરીરનો અમુક ભાગ માણસનાં શરીરનો હશે અને અમુક ભાગ રોબોટીક મશીન હશે.
૨૦૪૫ સુધીમા વ્યક્તિ માનસિક સ્વરૃપથી આખી દુનિયામાં ફરી શકશે
સૂત્રોને આધારે ૩૨ વર્ષના અબજોપતી દિમિત્રિ ઈસ્તકોવે ૨૦૧૧થી પોતાના આ અભિયાનની શરૃઆત કરી દિધી છે અને તેને આકાર પામતા ૨૦૪૫ સુધીનો સમય લાગશે. તેમનું અનોખુ લક્ષ્ય,એક વ્યક્તિના મન અને ચેતનાને એક જીવીત મસ્તિષ્કથી એક મશીનમા સ્થાનાંતરિત કરવાનું છે. આ પ્રક્રિયામા માણસનું વ્યક્તિત્વ અને તેેની સ્મૃતિ પણ તેમની તેમ જ સ્થાનાંતરિત થશે. આ રીતે સાયબોર્ગનું કોઈ શારીરિક સ્વરૃપ નહિ હોય અને માણસનું આ સુક્ષ્મ શરીર ઈન્ટરનેટની જેમ એક જ નેટવર્કના રૃપમાં અસ્તિત્વમા રહેશે. આ સાયબોર્ગ પ્રકાશની ગતિએ આખી ધરતી પર વિચરણ પણ કરી શકશે અને એટલું જ નહિ, તે અંતરિક્ષમાં પણ યાત્રા કરી શકશે.
કેવી રીતે આકાર લેશે આ યોજના ?
આ મહત્વકાંક્ષી યોજનાનો પહેલો પડાવ ૨૦૨૦ સુધીમાં પુર્ણ થશે જેનું નામ અવતાર-એ આપવામાં આવ્યું છે. આ યોજનાને આધારે એક વ્યક્તિ પોતાના, રોબોટિક માણસના સ્વરૃપનું પોતે નિયંત્રણ કરી શકશે. આ કાર્ય તે એક બ્રેન મશીન ઈન્ટરફેસ દ્વારા કરી શકશે. એવું જાણવા મળ્યું છે કે આ ટેકનીક તૈયાર પણ થઈ ગઈ છે.
આ કાર્યક્રમનો બીજો પડાવ અવતાર-બી છે જે, ૨૦૨૫ સુધીમાં પુર્ણ કરવાનો છે. આ યોજનામાં માણસનાં મૃત્યું બાદ તેના મગજનું ટ્રાંસપ્લાંટ એક મશીનના શરીરમા કરવામાં આવશે. ત્યાર બાદ, આવશે ત્રીજો પડાવ અવતાર-સી, જેેને ૨૦૩૫ સુધીમા પુર્ણ કરવાનું લક્ષ્ય છે. આ યોજના દ્વારા મશીનથી માણસના મગજનું ટ્રાંસપ્લાંટ થશે પરંતુ, વ્યક્તિના આખા વ્યક્તિત્વની સાથે. ત્યાર બાદ ૨૦૪૫ સુધીમા વ્યક્તિ પોતાના માનસિક સ્વરૃપથી આખી દુનિયામાં કોઈ પણ પ્રકારનાં માધ્યમ વિના વિચરણ કરી શકશે.
ઈસ્તકોવે પોતાના આ અભિયાન માટે ઘણાં બધા વૈજ્ઞાાનિકોની નિમણુંક પણ કરી છે. તેમણે સંયુક્ત રાષ્ટ્રની મહાસચિવ બાનની મૂનને એક પત્ર લખીને નવ માનવતાના આ પ્રોજેક્ટને સમર્થન આપવા માટેની વિનંતી પણ કરી છે.